‘ટ્વેન્ટી થાઉઝન્ડ લીગ્સ અન્ડર ધ સી’, ‘જર્ની ટુ ધ સેન્ટર ઓફ ધી અર્થ’, ‘ધ મિસ્ટિરિયસ આયલૅન્ડ’ જેવી અનેક સાયન્સ ફિક્શન્સ વિશ્વને ભેટરૂપે આપનાર જુલે વર્નનું નામ કોઈપણ વાચક માટે નવું નહીં હોય. મૂળ ફ્રેન્ચમાં લખાયેલા એમના અત્યંત પ્રસિદ્ધ પુસ્તકોમાંનું એક એટલે ‘અરાઉન્ડ ધ વર્લ્ડ ઇન 80 ડેઇઝ’. અનેક ભાષામાં અનુવાદિત આ પુસ્તકનો ગુજરાતી અનુવાદ કર્યો .. Read More
શ્રી ભગવતી ચરણ વર્માની હિન્દી ભાષાની ગુજરાતી અનુવાદિત આ નવલકથા. જેમાં માનવજીવનના સંસાર રંગમંચના વ્યવહારોનું સુંદર પ્રતિબિંબ આપવામાં આવ્યું છે. સંસાર-સમાજમાં સારું-નરસું, સુખ-દુ:ખ, જય-પરાજય, સત્ય-અસત્ય, ધર્મ-અધર્મ, આસ્તિક-નાસ્તિક, પાપ-પુણ્ય જેવા વૃંદો છે જે સમજવા અનુભવવા જટિલ અને મુશ્કેલ છે. ઇતિહાસના ચંદ્રગુપ્ત અને ચાણક્યની પૃષ્ઠભૂમિના પાત્રો દ્વારા કથાનું ચિત્રણ કર્યું છે. મનુષ્યજીવન સીધી રેખા જેવું હોતું નથી. .. Read More
બકોર પટેલ – લેખક – શ્રી હરિપ્રસાદ વ્યાસ પ્રકાશન – ગાંડીવ સાહિત્ય મંદિર-સુરત. બકોર પટેલ અને પત્ની શકરી પટલાણી, પડોશી વાઘજીભાઈ વકીલ, ડોક્ટર ઊંટડીયા, બકોર પટેલની કામવાળી ખુશીડોશી, મિત્ર સખુભાઈ, વાઘજીભાઈનાં વહુ વીજકોર, મિત્ર હાથીશંકર, મીનીબાઈ, ચંપીબેન, દીવાનશાળા(ગાંડાની હોસ્પિટલ)ના ડોક્ટર રીંછોલકર, એમનાં મિત્ર ચિંતોલકર, કુંજવિહારીભાઈ, મિત્ર સસમલ પટેલના ગામનાં મિત્ર ખોડા પટેલ. આવા બધાં .. Read More
મૂળ મહારાષ્ટ્રીયન પણ ‘સવાયા ગુજરાતી’ તરીકે જાણીતા સાહિત્યકાર કાકાસાહેબ કાલેલકરની નિબંધકાર તરીકેની છબિ આ પુસ્તકમાં છતી થાય છે. ગુજરાતી નિબંધને લલિત નિબંધની દીક્ષા આપનાર કાકાસાહેબ. તેમના નિબંધોમાં ચિંતન ખરું, પણ ભાર વિનાનું. પ્રકૃતિ, માનવપ્રકૃતિ અને સમાજ, ધર્મ તેમજ સંસ્કૃતિને આવરી લેતાં કાકાસાહેબના 79 જેટલાં નિબંધોનો સંગ્રહ આ પુસ્તકમાં મળે છે. કાકાસાહેબ પ્રકૃતિના કવિ તરીકે જાણીતા .. Read More
ટ્વિંકલ ખન્નાને રાજેશ ખન્નાની દીકરી, એક સમયની અભિનેત્રી કે પછી પ્રસિદ્ધ અભિનેતા અક્ષય કુમારની પત્ની તરીકે તો ઘણાય ઓળખે છે, પરંતુ હવે એમની એક કટાર લેખિકા તરીકેની નવી ઓળખ બની છે. એમની કટારમાં તેઓ રમૂજી અને વ્યંગભરી વાતો લખે છે અને ખૂબ જ નિખાલસતાથી લખે છે. એ વાતો એમણે અનુભવેલી સત્ય ઘટનાઓ અને એની સ્મૃતિઓ .. Read More
ભારતના રાષ્ટ્રપિતા અને વિશ્વને સત્ય તેમજ અહિંસાની શક્તિનું દર્શન કરાવનાર મહાત્મા ગાંધીના જીવનના બાળપણથી માંડીને ઈ.સ.1921 સુધીના સમયગાળાના સારા-નરસા પ્રસંગોને આવરી લેતું પુસ્તક એ ‘સત્યના પ્રયોગો’. 1925થી 1929ના સમયગાળા દરમિયાન ‘નવજીવન’માં સાપ્તાહિકરૂપે પ્રકાશિત થયેલી આ આત્મકથામાં ગાંધીજીના જીવનના રાજકીય કરતાં આધ્યાત્મિક અને નૈતિક અનુભવો પર વધુ ભાર મુકાયો છે. સમગ્ર પુસ્તકમાં તેમણે અપનાવેલા સત્ય, અહિંસા, .. Read More
ધર્મ એટલે શુ? ધર્મ કેવો હોય ? સ્થિતીશીલ કે ગતિશીલ ? કૃષ્ણનું ધર્મદર્શન ગતિશીલ (ડાયનેમીક) હતું. અપૂર્ણ મનુષ્યને જે સત્ય જડે તે કદી પણ અંતિમ કે નિરપેક્ષ (એબ્સોલ્યુટ) ન જ હોઇ શકે. મહાભારતમાં કૃષ્ણ દ્વારા શું યોગબોધ પ્રાપ્ત થયો ? તેનો મર્મ શું છે? સંસારલીલા આખરે શું છે? આ બધા આંતરસવાલોનું મનોમંથન એટલે .. Read More
‘ફ્રૉમ ધ અર્થ ટુ ધ મૂન’, ‘અરાઉન્ડ ધ વર્લ્ડ ઇન એઈટી ડેઝ’, ‘જર્ની ટુ ધ સેન્ટર ઑફ ધ અર્થ’, ‘ફાઈવ વીક્સ ઇન અ બલૂન’ના નામે અંગ્રેજીમાં ભાષાંતરિત થયેલી ફ્રેન્ચ વિજ્ઞાન-સાહસકથાઓના સર્જક જૂલે વર્નની અન્ય એક અમર કૃતિ એટલે 1870ની સાલમાં લખાયેલ ‘20000 લીગ્ઝ અંડર ધ સી’. સબમરીનની કલ્પના કરી સમુદ્રના તળિયે રહેલી એક અભૂતપૂર્વ સૃષ્ટિની .. Read More
‘ખરા બપોર’એ પ્રસિદ્ધ વાર્તાકાર શ્રી જયંત ખત્રીનો અંતિમ વાર્તાસંગ્રહ છે. આ વાર્તાસંગ્રહ એમના અવસાન પછી 1968માં પ્રગટ થયો છે, જેમાં કુલ અગિયાર વાર્તાઓ છે. વાર્તા રસિકોને આજે પણ આ વાર્તાઓ માણવી ગમે એવી છે. આ વાર્તાસંગ્રહમાંની કેટલીક વાર્તાઓ રણપ્રદેશમાં વસતા લોકોની વાત રજૂ કરે છે. આ વાર્તાઓનાં પાત્રો પણ રણ જેવાં જ ધગધગતાં અને તરસ્યાં .. Read More
તરતું મહાનગર (લેખકઃ જૂલે વર્ન, અનુવાદક – દોલતભાઈ નાયક) વિજ્ઞાન-સાહસકથાકાર તરીકે જાણીતા ઓગણીસમી સદીના ફ્રેંચ સાહિત્યકાર જૂલે વર્નને બાળપણથી જ સમુદ્રનું ઘેલું હતું. તેમના પિતાની ઇચ્છા તેમને કાયદાનો અભ્યાસ કરાવવાની હતી, પણ કાયદાના શુષ્ક વિષય કરતાં વધુ રસ તેમને દરિયાઈ પ્રવાસો, સાગરી તોફાનો અને તેને લગતાં સાહસોમાં હતો. આ જ કારણથી તેમની વિવિધ કૃતિઓમાં આ .. Read More
‘રોમા’ નવલકથા ચંદ્રકાંત બક્ષીએ 1959માં લખી છે. લેખકે 1985માં આ નવલકથાની બીજી આવૃત્તિ વખતે જણાવ્યું હતું કે, ‘રોમાં જે કાળમાં લખાઈ એ કાળમાં નાની ફ્રેંચ નુવેલા પ્રકારની કથાઓની એના પર અસર હતી.’ મુંબઈમાં રહેતી રોમા નામની યુવતીની આ કથા છે. રોમા રાજનને પ્રેમ કરે છે, રાજન સાથે લગ્ન કરે છે અને એનો સંઘર્ષ શરૂ .. Read More
શ્રી ચંદ્રકાંત બક્ષીની પેરેલિસિસ નવલકથાની પ્રથમ આવૃત્તિ 1967માં પ્રગટ થઈ હતી. આ નવલકથા વાચકોને ખૂબ જ પસંદ પડી છે. લેખકની લોકપ્રિયતાની જેમ જ આજે પણ આ નવલકથાની લોકપ્રિયતા અકબંધ છે. આ નવલકથાનો નાયક પ્રોફેસર શાહ પેરૅલિસિસનો દર્દી છે. એ બુદ્ધિશાળી છે એટલે સતત મનોમંથન કરે છે. સતત સવાલો પણ કરે છે. ડૉક્ટર દેસાઈ એને કહે .. Read More
મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં